Rajy pakshiyo ( state birds)
દરેક રાજ્યમાં જુદા જુદાં પક્ષીઓ વસે છે.દરેક પક્ષીઓની વિશેષતા પણ જૂદી જૂદી હોય છે.તેના આધારે દરેક રાજ્યે પોતાના રાજ્ય પક્ષીઓ નકકી કર્યા છે. આવો જાણીએ કેટલાક રાજ્યના રાજ્ય પક્ષી વિશે....
આપણું રાષ્ટ્રીય પક્ષી મોર છે. પરંતુ દરેક રાજ્યોમાં જોવા મળતાં વિશિષ્ટ અને સુંદર પક્ષીઓને પણ રાજપક્ષીનું બિરૂદ અપાય છે. આ પક્ષીઓની ઓળખ પણ કરવા જેવી છે.
ગુજરાત : ગુજરાતનું રાજપક્ષી સુરખાબ કચ્છમાં જોવા મળે છે. વળાંકવાળી લાંબી ડોક, ગુલાબી ચાંચવાળું સુરખાબ સુંદર પક્ષી છે. શિયાળામાં કચ્છમાં લાખો સુરખાબ ઈંડા મૂકવા આવે છે. સુરખાબને ફ્લેમિંગો પણ કહે છે.
પશ્ચિમ બંગાળ : લાંબી ચાંચ અને ચકલી જેવડો કલકલિયો પ. બંગાળનું રાજપક્ષી છે. નાનકડું પણ સુંદર ગીત ગાતુ આ પક્ષી લોકપ્રિય છે.
આંધ્ર, બિહાર અને કર્ણાટકનું રાજપક્ષી નીલકંઠ છે. કબુતર જેવું આ પક્ષી ઊડે ત્યારે રંગબેરંગી પીંછા ફેલાય છે અને સુંદર લાગે છે. તેની ઊડવાની રીત નૃત્ય કરતું હોય તેવી છે.
દૂધરાજ કે શાહી બુલબુલ મધ્યપ્રદેશનું રાજપક્ષી છે. નામ પ્રમાણે તે સફેદ રંગનું હોય છે. તેનું માથું કાળું હોય છે.
ગ્રેટ હોર્નબિલ કે ચિલોત્રો અરૂણાચલ પ્રદેશનું રાજપક્ષી છે. ચાર ફૂટ ઊંચાઈના ચિલોત્રાને એક ફૂટ લાંબી ચાંચ હોય છે. ચાંચ વડે કેચ કરવાની તેની રીત આકર્ષક છે.
મણિપુર કે મિઝોરમમાં જોવા મળતાં સુંદર વનમોર તેના રાજપક્ષીઓ છે.
પંજાબનું રાજપક્ષી શિકારી બાજ છે તે જાણીતું પક્ષી છે.
ગોવાનું રાજપક્ષી કાળું બુલબુલ છે.
ઉત્તર પ્રદેશનું રાજપક્ષી સારસ અને રાજસ્થાનનું રાજપક્ષી ૩ ફૂટ ઊંચાઈનું ઘોરાડ છે. તે મોટા અવાજે ગીત ગાય છે.
0 ટિપ્પણીઓ