Sbi salary account benifit in Gujarati

 SBI salary account benifit 


જો તમે ગુજરાત સરકારના કર્મચારી અથવા કેન્દ્ર સરકાર ના કર્મચારી છો તો તમને ઘણા બધા state bank of india માં લાભો મળી શકે. આ માટે તમારે તમારી બેન્કમાં જઈને તમારા ખાતાને સેલેરી એકાઉન્ટ માં બદલવું જરૂરી છે. તેને બદલવા માટે તમારે સેલેરી સ્લીપ અને તમે જે ખાતામાં નોકરી કરો છો તે ખાતાનો ઓળખ ધરાવતો દાખલો આપવો પડે છે અથવા બેંકમાં જઈ, જે કંઈ જરૂરી પુરાવા જોઈએ તે તમે પૂછી શકો છો.

Sbi Salary account benifits

SBI salary account ફાયદા


સેલેરી એકાઉન્ટના ફાયદા

1. તમારે કોઈપણ મિનિમમ બેલેન્સ રાખવાની જરૂર પડતી નથી. તેના માટે કોઇ ચાર્જ પણ લેવામાં આવતો નથી.

2. કોઈપણ પ્રકારનો એટીએમ ચાર્જ લાગતો નથી. વાર્ષિક Atm મેન્ટેનન્સ નિશુલ્ક હોય છે.

3. મહિનામાં તમે ગમે તેટલા એટીએમ ટ્રાન્ઝેકશન કરી શકો છો.કોઈ પણ વધારાનો ચાર્જ  લાગતો નથી.

4. આ સિવાય અનલિમિટેડ ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા રૂપિયાની તમે આપ-લે કરી શકો. તેના ઉપર કોઈ ચાર્જ લાગતો નથી.

5. ચેકબૂક ઇસ્યુ ચાર્જ કોઈ લાગતો નથી.

6. ૨૦ લાખનો અકસ્માત વીમો પણ ઉપલબ્ધ થાય છે.

7. હોમ લોન, કાર લોન જેવી લોનમાં 50% પ્રોસેસિંગ કી માફ થાય છે

8. લોકર ચાર્જમાં 25 % ઓફ મળે છે.

9. આ સિવાય મલ્ટી ઓપ્શન ડિપોઝિટ મળે છે.જેના દ્વારા તમારા પૈસા અમુક રકમની ઉપર થતા auto-FD થઈ જાય છે અને ઊંચું વ્યાજ-દર મળે છે.

તમારું એકાઉન્ટ સેલેરી એકાઉન્ટમાં બદલ્યા પછી તમારા સ્ટેટમેન્ટમાં SBCHQ-SGSP-PUB-IND દેખાય છે.










ટિપ્પણી પોસ્ટ કરો

0 ટિપ્પણીઓ